જામફળ નો જામ



જામફળ નો જામ અને શરબત





. video recipe માટે  નીચે આપેલ લિંક ક્લિક કરો.

અને ગમે તો સબસ્ક્રાઈબ કરી દેજો.

 https://youtu.be/eVQpRf2zct4


જામફળની સીઝન હવે પૂરી થઈ રહી છે ત્યારે ઝટપટ આ બનાવી લો અને સ્ટોર કરીલો. પછી શરબત બનાવો, બ્રેડ કે રોટલીમાં લગાવી ને ખાવ અને ખવડાવો પણ 😊😊

કોઈ લાંબી માથાકૂટ વગર

ફકત 5 મિનિટમાં.

.

.

સૌ પ્રથમ જામફળને સારી રીતે ધોઈ અને બે ત્રણ ટુકડા કરી લો. એક તપેલીમાં 500 ગ્રામ જામફળ હોય તો અઢીસો ગ્રામ ખાંડ ઉમેરી થોડીવાર રહેવા દો. થોડીવારમાં જ ખાંડ નું પાણી થઈ જશે ત્યારબાદ આ તપેલીને કુકરમાં મૂકી બે વિશલ વગાડી બાફી લો. અંદર પાણી બિલકુલ ઉમેરવાનું નથી. હવે બફાયેલા જામફળ થોડા ઠંડા થાય એટલે મિક્સરમાં ક્રશ કરી લો અને ચારણી ની મદદથી ચાળી લો જેથી બી છૂટા પડી જાય. 

જામફળ નો આ ક્રશ તૈયાર છે સ્ટોર કરવા માટે.

મેં અહીં મીઠું સંજળ કંઈ જ ઉમેર્યું નથી કારણ કે હું આનો જામ તરીકે પણ ઉપયોગ કરીશ જ્યારે શરબત બનાવવું હોય ત્યારે એમાંથી જોઈએ પ્રમાણમાં ક્રશ લઈ પાણી ઉમેરી બ્લેન્ડરથી બ્લેન્ડ કરી લો અને તેમાં થોડો સંચળ સિંધવ મીઠું મરી પાવડર ઉમેરી સર્વ કરો.

.

તમે ઘણા લાંબી પ્રોસેસ વાળા વિડીયો જોયા હશે જેમાં ઘણું બધું સમય પણ જાય છે અને ઘણા બધા વાસણ પણ બગડે છે આ પ્રોસેસ ફોલો કરજો બનાવી જોજો અને કોમેન્ટ ચોક્કસ કરજો.

.

મેં લાલ જામફળ નો ઉપયોગ કર્યો છે તમે સફેદ જામફળનો પણ ઉપયોગ કરી શકો. એમાં લાલ કલર આપવા માટે બીકના એક બે ટુકડા ઉમેરી બાફી શકાય જેથી કરીને એવું જ ગુલાબી કલરનું શરબત બનશે તો હવે રાહ જોયા વગર બનાવી ફટાફટ સ્ટોર કરી લો કેમ કે હવે બે ચાર દિવસ પછી જામફળ નહીં મળે.

.

તમે ઈચ્છા થાય ત્યારે બ્રેડ રોટલી સાથે જામ ખાવ અથવા ગરમીમાં ઠંડુ ઠંડુ જામફળનું શરબત પીઓ.


https://youtu.be/eVQpRf2zct4

https://youtu.be/eVQpRf2zct4

.

Thanks... બધું રેસીપી માટે હમણાંજ follow કરજો 


Comments