
Different pizza video recipe
નમસ્કાર મિત્રો,
પીઝા નું નામ સાંભળીને જ મોમાં પાણી આવી જાય ખરું ને પણ અત્યારની પરિસ્થિતિમાં બહાર નું ખાવાનો ડર લાગે તો મુંજવાની જરૂર નથી, આજે હું તમારી સાથે જુદા જુદા પીઝા ની રેસીપી શેર કરું છું.
વિડિઓ રેસીપી જોવા youtube પર hand to heart ની મુલાકાત અવશ્ય લેશો.
1) સૌ પ્રથમ તો બહાર જેવા મેંદાના પીઝા
એ માટે જોશે,
1કપ મેંદો (૧૦૦ગ્રામ)
2 નાની ચમચી તેલ
1/4કપ દહીં(મોળુ)
1/4ચમચી બેકિંગ પાવડર
મીઠું
ચપટી ખાંડ
હુંફાળું ગરમ પાણી
👉બધીજ સામગ્રી ને ભેગી કરી હુંફાળા ગરમ પાણી થી લોટ બાંધો.લોટ રોટલી જેવોજ બાંધવો અને ઢાંકીને 15 મિનિટ રાખો.હવે લોટને કેળવી અને લુવા કરો.આ લોટ માંથી મીડીયમ સાઈઝ ના બે રોટલા બને.પછી તમારે નાના મોટા કેવા જોઈએ એના પર આધાર રાખે છે.
લોટ ને ચકલા પર હાથની મદદથી થેપીને ફેલાવો.અટમણ માટે મકાઈનો લોટ લેશો તો એકદમ ક્રિસ્પી અને ડોમીનો જેવાજ પીઝા બનશે.
હવે આ રોટલાને કાંટા ચમચીની મદદથી કાણા પાડી તવી પર શેકો.ગેસ ની ફ્લેમ ધીમી રાખવી.
આ રીતે બધા રોટલા બનાવી રાખી શકાય
અથવા
રોટલા પર પીઝા સોસ ,બારીક સમારેલા શાક(ડુંગળી, ટામેટા,કેપ્સિકમ,અમેરીકન મકાઈ,વગેરે) અને ચીઝ ઉમેરી બેક પણ કરી શકાય.
તો લો આ મેંદાના પીઝા તૈયાર.
ઘરે પાર્ટી હોય ત્યારે આ રેસિપિ ખૂબ કામ લાગે જ્યારે પીઝાના રોટલા પર પીઝા બનાવીએ ત્યારે થોડી મહેનત પણ વધુ પડે અને એક એક બનાવતા વાર પણ લાગે જ્યારે આ પીઝાબન ની રેસીપી એવી છે કે ફટાફટ બની જાય અને સ્વાદ એવોજ પીઝાનો...તો ચાલો જોઈ લઈએ આ રેસિપિ પણ.
સામગ્રી માં તમે પીઝા માટે જે શાક લેવા હોય એ લઈ શકો,લગભગ બધા કેપ્સિકમ,ડુંગળી અને ટમેટાજ લેતા હોય.હવે જે શાક લો એને ધોઈ લૂછી બારીક સમારી લો.
સમારેલા શાક માં ઉમેરો પીઝાસોસ અથવા ટોમેટો કેચપ અને સાથે ઉમેરો છીણેલું ચીઝ ,ચીલીફલેક્સ, ઓરેગાનો અને મિક્સહબ્સ અથવા તમે જે ઉમેરતા હોય એ બધું મિકક્ષ કરી મિશ્રણ તૈયાર કરો.
હવે જે પાવ લીધાછે એને વચ્ચેથી કાપા પાડી બનાવેલું મીક્ષણ ભરો.બીજા ભાગથી પાવ બંધ કરી દો આ રીતે બધા પાવ તૈયાર કરી ઉપર ચીઝ છીણી એક મિનિટ માટે
માઇક્રોવેવ કરો અથવા ગેસ પર ચીઝ ઓગળે ત્યાં સુધી
ગરમ કરો.આ કરવું જરૂરી નથી તમે એમ પણ ખાઈ શકો છો.તો લો પીઝાબન તૈયાર.
છેને સરળ?અને બાળકોની પાર્ટી,કીટી પાર્ટી વગેરે માટે ખૂબ સરસ અને સરળ છે. પાવ અને શાકનું મીક્ષણ તૈયાર હોય તો ફટાફટ પીરસી શકાય.
3)પીઝા ચાટ
પીઝા ચાટ
આ સૌથી સરળ રેેસિપિ છે અહીં પીઝા ફ્લેવરની પુરી બનાવી ઉપર પીઝાનું મિશ્રણ મુુુકિ ચિઝથી ગાર્નિશ કરેલું છે પાર્ટી માટે તો ખૂબ સરસ વાનગી છે.બે-ચાર દિવસ પહેલા પણ પુરી બનાવી મૂકી દો તો પણ બગડતી નથી.જેથી પાર્ટી સમયે દોડાદોડી ન થાય.ચાલો સામગ્રી જોઈએ..પુરી નો લોટ બાંધવા,
1કપ મેંદો
મીઠું સ્વાદ પ્રમાણે
1ચમચી પીઝા સિઝનિંગ
2ચમચી તેલ
હુંફાળું ગરમ પાણી લોટ બાંધવા
ચાટ બનાવવા માટે
1કપ પીઝામાં વપરાતા શાક
1/2કપ ચીઝ
2ચમચી કેચપ
ઉપર ભભરાવવા પીઝા સિઝનિંગ
રીત:
પુરી માટેની સામગ્રી ભેગી કરી હુંફાળા પાણીથી લોટ બાંધો
જેવી રીતે સતપડી ની પુરી બનાવીએ એ રીતે તેલ લગાવી પુરી બનાવી લો.
શાકનું મીક્ષણ પણ તૈયાર કરો.
પુરી પર થોડું મીક્ષણ મૂકી છીણેલું ચીઝ મૂકી પીરસો.બળકોતો ખૂબ ખુશ થઈ જશે.
❣️👉આ ઉપરાંત ડાયેટ પીઝા,સોજીના પીઝા,પીઝા કેક વગેરે ની રેસીપી પણ તમને જોવા મળશે
❣️👉આવી અવનવી વાનગી જોવા આપેલી લિંક પરક્લિક કરી મારી ચેનલ ની મુલાકાત લો.



Comments
Post a Comment