Mayonnaise //eggless mayonnaise//ઘરેજ બનાવો માયોનિઝ

માયોનીઝ
 
mayonnaise recipe


ઘરે બનાવો માયોનીઝ

નમસ્કાર,
 
માયોનીઝ થી હવે કોઈ અજાણ નથી ખરું ને?હવે
 
તો બધા ના ઘરમાં હોય અને બધાને ભાવે, હાલતા
 
ને ચાલતા માયોનીઝ વપરાય.અને માયોનીઝ પણ
 
ઘણી ફ્લેવર મળે. અને માયોનીઝ ઈંડા વાળું અને
 
ઈંડા વગરનું એમ બે જાત નું મળે.તમે મોલ કે સુપર
 
માર્કેટમાં જાવ તો માયોનીઝ ની એટલી બધી
 
ફ્લેવર અને વેરાયટી હોય કે કયું લેવું ની મુંજવણ
 
થવા લાગે.પણ હવે બહાર નું લાવવા કરતા ઘરનું
 
ચોખ્ખું જ સારું ને વળી સસ્તું પણ ખરું.
 
              
 આ માયોનીઝ ઘરે બનાવવું ખૂબ સરળ છે અને પાછું

 ઘરમાં થી જ બધી સામગ્રી મળી રહેશે. ફક્ત 5 મિનિટ 

માં બની જશે પણ ખાસ એનું માપ અને કેટલીક ટિપ્સ

યાદ રાખજો.મારી 100% tried રેસીપી છે તો ચાલો

જોઈએ સામગ્રી.


💟 માયોનીઝ બનાવવા માટે જોશે 👇🏼


1કપ ઠંડુ દૂધ

2કપ સનફલાવર તેલ

1ચમચી દરેલી ખાંડ

1ચમચી વિનેગર

1/2ચમચી રાઈ ના કુરિયા

મીઠું

💟બનાવવાની રીત 👇🏼👇🏼

       સૌ પ્રથમ 1કપ (150ml) દૂધ ને 10 મિનિટ ફ્રીઝર

 માં ઠંડુ કરવા મૂકી દો.અને સાથે એક વાટકી માં રાઈ ના

 કોરિયા માં થોડું વિનેગર નાખી પલાળી દો.હવે એક 

બાઉલમાં દૂધ,ખાંડ,વિનેગર,મીઠું અને રાઈના કુરિયા નાખો,

સાથે એક કપ તેલ ઉમેરી બ્લેન્ડર થી મિક્સ કરતા જાવ,

તેમાં થોડું થોડું કરીને તેલ ઉમેરતા જાવ અને બ્લેન્ડર 

ચલાવતા જાવ. સતત બ્લેન્ડર ચલાવતા રહેશો તો 5

 મિનિટ માં તમે જોશો કે મીક્ષણ ઘટ્ટ થઈ જશે. સરસ

 ક્રિમિ માયોનીઝ તૈયાર.જો પાતળું લાગે તો થોડી વાર 

ફ્રીઝ  માં રાખશો એટલે જાડું થઈ જશે.

        
           આ પ્લેન માયોનીઝ થયું.જો તમારે ગારલીક//

લસણ વાળું બનાવવું  હોય તો તેમાં લસણ ની પેસ્ટ 

ઉમેરો અને ફુદીના વાળું કરવું હોય તો ફુદીનાની પેસ્ટ 

ઉમેરી શકાય. તો લો તૈયાર. છે ને સરળ બનાવો અને

કેવુ બન્યુ એ અહીં કોમેન્ટ કરી બતાવશો.

વિડીઓ જોવા ઉપર link પર ક્લિક કરી જોઈ શકશો.

Youtube પર વિડિઓ જોવા hand to heart type 

કરી જોઈ શકાય 








Comments