ડાકોરના ગોટા//dakor na gota//gota no lot banavani rit



For Video recipe click here

https://youtu.be/q_wUdJzj20U

નમસ્કાર,
વરસાદ શરૂ થાય એટલે આપણે ગુજરાતીઓ ના ઘરમાં તો તવો મુકાય જ જાય અને ગમે તેટલું નવું બનવો પણ ભજીયા, ગોટા જેવી મજા નહિ ખરું ને?એમાંય આ ગોટા ડાકોર ના હોય તો મજા બેેેવડાય જાય. 

અરે ઘણા લોકોતો આ ગોટા ખાવા સ્પેશિયલ ડાકોર જતા હોય અને ત્યાંથી ગોટાનો લોટ પણ લાવતા હોય છે

તો આજે હું તમારા માટે લઈને આખી છું ડાકોરના ગોટાની રેસિપિ,એકદમ એવોજ સ્વાદ અને એટલેજ સ્વાદિષ્ટ.તમે પણ ઘરે આ ગોટા અને તેનો લોટ બનાવી શકો છો આ રહી રેસિપિ ગમે તો hand to heart ને ફોલો કરજો અને વિડિઓ રેસીપી જોવા youtube ની મુલાકાત અવશ્ય લેશો.

સામગ્રી:

1કપ ચણાનો લોટ
2ચમચી કરકરો ચણાનો લોટ
અથવા ઘઉંનો કરકરો લોટ/સોજી
1/4 ચમચી સૂકા ધાણા
1/4ચમચી વરિયાલી
6-8 કાળા મરી
મીઠું સ્વાદ પ્રમાણે
1ચમચી ખાંડ
1/2ચમચી લાલ મરચું
1/2ચમચી ગરમ મસાલો
1/4ચમચી લીંબુના ફૂલ અથવા 1 લીંબુનો રસ
1/8tsp સજીના  ફૂલ
સ્વાદ મુજબ લીલા મરચા બારીક સમારેલા
બારીક સમારેલી કોથમીર
સમારેલી  મેથીની ભાજી ઉમેરવી હોય તો

રીત
1)સૌ પ્રથમ ધાણા, વરિયાળી,મરીને અધકચરા વાટી લો.
2)હવે એક બાઉલમાં બધી સામગ્રી ઉમેરી મિક્સ કરો.
3)થોડું થોડું કરીને પાણી ઉમેરી ગોટાનું બેટર (ખીરું)         તૈયાર કરો.
4)તરવા માટે તેલ ગરમ કરો.
5) ગરમ તેલ માંથી બે ચમચી તેલ બનાવેલા બેટર માં          ઉમેરી મિક્સ કરો.
6) ગરમ તેલ માં ગોટા મૂકી મીડીયમ ફ્લેમ પર તળી લો.
ગેસ ની ફ્લેમ ધીમી કે ફાસ્ટ ન રાખવી નહિતર અંદર થી કાચા રહેશે.
સરસ ગોલ્ડન થઈ જાય એટલે ડાકોરના ગોટા તૈયાર એ પણ ઘર બેઠા😜😋😋🤗

ગરમ ગરમ ગોટા ચટણી,સોસ સાથે તો સરસ લાગે છે પણ દહીં માં મરચું અને મીઠું મિક્સ કરી ગોટા સાથે પીરસો તો વધુ મજા આવશે.

નોંધ;//ટિપ્સ
**આ બધી સામગ્રી મિક્સ કરી તમે લોટ ને સ્ટોર કરી શકો છો. બહાર થી તૈયાર ગોટાનો લોટ લાવતા હોવ એ રીતનો જ રહેશે.લોટ સ્ટોર કરવો હોય ત્યારે લીંબુ ની જગ્યાએ લીંબુના ફૂલ વાટીને ઉમેરવા.અને સૂકી મેથી ની ભાજી નો ઉપયોગ કરી શકાય.
** ગરમ તેલ ખાસ ઉમેરવું એથી સરસ જાળી વાળા ગોટા બનશે.
**હળદર નો ઉપયોગ નથી કર્યો.સજીના ફૂલ અને હળદર મિક્સ થાય છે તો ગોટાનો કલર લાલાશ પડતો થઈ જાય છે તમે ગમેં તો ઉમેરી શકો છો.


તો તૈયાર છે ગરમ ગરમ ડાકોર ના ગોટા

એકવાર ચોક્કસ બનાવી જુઓ અને  રેસિપિ ગમે તો બીજા સાથે share જરૂર કરજો.

Hand to heart...




Comments