![]() |
ભરેલા શાકનો સ્વાદિષ્ટ મસાલોએકવાર બનાવી સ્ટોર કરો અને સમય ની બચત કરો
,
For written recipe in English scroll down 👇🏼👇🏼
નમસ્કાર,
આપણા ગુજરાતીઓ ના ઘરમાં મહિનામાં લગભગ બે થી ત્રણ વખત ભરેલું શાક બનતુજ હશે કદાચ ઘણા ના ઘરમાં તો એનાથી પણ વધારે.જ્યારે શાક બનાવવું હોય ત્યારે આ મસાલો બનાવવા બેસો એટલે વધુ સમય જોઈએ ખરું ને? અને પાછું અમુક સામગ્રી વગર પણ ચલાવી લઈએ... એથી ક્યારેક સ્વાદિષ્ટ શાક ન બને એવું પણ બને.ઉતાવળ માં સ્વાદ બગડી પણ જાય 🙄🙄
તો આજે હું અહી એક સરસ રીત બતાવી રહી છું.આ મસાલો બનાવવાની, હવે આ મસાલો જો આ રીતે બનાવશો તો સ્વાદિષ્ટ બનશે અને સ્ટોર કરી રાખશો તો સમય પણ બચશે.ચાલો વાંચી લો આ રીત..
સામગ્રી
1/2કપ ગાંઠિયા (મિક્સચર માં ભૂકો કરી લેવો)
1/4કપ શીંગદાણા( મિક્સચર માં ભૂકો કરી લેવો)
1/2કપ ચણાનો લોટ
4 ચમચી તેલ
1/4 ચમચી રાઈ
1 ચમચી તલ
મીઠું,મરચું,હળદર,
2ચમચી દરેલી ખાંડ
1ચમચી ગરમ મસાલો
1લીંબુનો રસ
એક કઢાઈમાં તેલ મૂકી ગરમ થાય એટલે રાઈ અને તલ ઉમેરો. ત્યારબાદ તતળે એટલે ચણાનો લોટ ઉમેરી શેકો.સુગંધ આવે એટલે તેમાં શીંગ નો ભૂકો ઉમેરી ફરી બે મિનિટ ધીમા તાપે શેકો. તેમાં ગાંઠિયા નો ભૂકો અને મસાલા ઉમેરો.મિક્સ કરો.
ગરમ મસાલો અને લીંબુનો રસ છેલ્લે ઉમેરવો જેથી સુગંધ અને સ્વાદ જળવાઈ રહે.શાક બનાવતી વખતે ફક્ત કોથમીર ઉમેરવાની રહેશે.
બધું મિક્સ કરી એક બોટલમાં ભરી ને રાખો
શિયાળો હોય તો ફ્રીઝ ની બહાર રાખી શકાય
ઉનાળો કે ચોમાસામાં ફ્રીઝ માં સ્ટોર કરી રાખો
જે શાક બનાવવું હોય તે ભરીને ફટાફટ બની જશે.
ઓછા સમય માં જલ્દી ભરેલું શાક બની જશે
જો નોકરી કરતા હોવ તો આ ખાસ અજમાવવા જેવું.
આ મસાલા માંથી બનાવો સરળ રીતે ભીંડાનું શાક
2 ચમચી તેલ
ચપટી હિંગ
ચપટી રાઈ
100ગ્રામ ભીંડા
બનાવેલો મસાલો જરૂર મુજબ
ભીંડા ને ધોઈ ને લૂછી લો અને અડધા ફડા સમારી લો.
એક પેનમાં તેલ લઈ ગરમ થાય એટલે રાઈ, હિંગ ઉમેરી ભીંડા ઉમેરો.ધીમા ગેસ પર ચઢવા દો. ચઢી જાય એટલે બનાવેલો મસાલો ઉમેરી મિક્સ કરી એક મિનિટ સુધી રાખો અને ગેસ બંધ કરો.કોથમીર અને તલ થી ગાર્નિશ કરી પીરસો
આ રીતે જો બાફેલું બટેટુ પડ્યું હોય તો પણ શાક ફટાફ્ટ બની જશે.
આ રીતે તમે કોઈ પણ શાક જલ્દી બનાવી શકોશકો subscribe અને follow જરૂર કરશો.
❣️❣️Time saving idea
Masala for stuff sabji.
Make once and store for long
Ingredients
1/2cup gathiya (namkeen, crush in mixchar jar)
1/4cup peanuts (crush in mixhar jar)
1/2cup besan
4sp oil
3sp dry coriander powder
1/2sp mustard seeds
1 sp sesame seeds
Salt, turmeric,red chili powder,hing
2sp powder sugar
1 lemon
1sp garam masala
In a pan add oil,sesame seeds and mustard seeds.when it get cracked add besan and roaste until it leave aroma.than add crushed peanuts and roaste another 2 minutes on slow flam.add crushed of gathiya and add all spices.mix well and when it get cool store in a air tight container.keep in the freeze for long time.
Make stuff sabji quickly when u won't.
For video recipe click on the link below..
Share with your friends and family too.




Comments
Post a Comment