Mexican bhel//મેક્સિકન ભેળ

મેક્સીકન ભેળ ||Mexican bhel

સરળ રેસિપી...

Recipe in English scroll down

Video recipe link



નમસ્કાર,
      ભેળ ભાવે ને?બધાને લગભગ ભાવતિજ હશે આજે ઇન્ડિયન નહિ મેક્સિકન ભેળ બનાવવાની છે, મોં માં પાણી આવી ગયું ને? ખાવાની પણ એટલીજ મજા આવશે અને બનાવવાની તો એકદમ સરળ... કોઈ ચટણી નહિ કોઈ લંભી પ્રોસીઝર નહિ...ચાલો બનાવીએ.


ઘઉં ના લોટના ટોર્ટીલા  બનાવવા   રોટલી જેવો લોટ તૈયાર કરો.

 કટ કરી તળી લો

બાઉલમાં બધુ મિક્સ કરો

ભેળ તૈયાર

ચીઝ-કોથમીર થી ગાર્નિશ કરો
..
સામગ્રી:
4-5 ઘઉંના લોટની કાચી પાકી રોટલી
1/4 કપ બાફેલા રાજમાં
1/4 કપ બાફેલી અમેરિકન મકાઈ
1/2 કપ મિક્સ શાક          (ટમેટા,ડુંગળી,કેપ્સિકમ)
1/4 કપ કેટચપ
 ચીલીફલેક્સ (ગમે તો)
1/2 લીંબુનો રસ
ચીઝ, કોથમીર 



મેક્સિકન ભેળ માટે ટોર્ટીલા ચિપ્સ જોઈએ જે મેંદા કે મકાઈ ના લોટ માંથી બને જે અહીં આપણે ઘઉંના લોટ નીજ બનવીશું.

         ઘઉંના લોટમાં તેલ અને મીઠું નાખી રોટલીનો લોટ બાંધીને કાચી પાકી રોટલી બનાવી લો. ચાર થી પાંચ રોટલી માંથી લગભગ બે-ત્રણ ડીશ ભેળ બની જાય.જો બનાવેલી રોટલી વધી હોય તો એનો પણ ઉપયોગ કરી શકાય.
          હવે આ રોટલીને શક્કર પારાની માફક ટુકડા કરી તળી લો.ટોર્ટીલા ચિપ્સ તૈયાર.રોટલી કાચી પાકી શેકેલી હોય તો તળતા પણ વાર નથી લાગતી. 
          એક બાઉલમાં બધું સમારેલું શાક, રાજમાં,મકાઈ,લીંબુનો રસ,કોથમીર,કેટચપ ઉમેરી મિક્સ કરો.તીખું જોઈએ તો ચીલીફલેક્સ ઉમેરો.
          ઉપરથી ચિઝ છીણી,થોડા રાજમાં ,મકાઈ અને કોથમીરથી ગાર્નિશ કરી ભેળનો આનંદ ઉઠાવો.
છેને એકદમ સરળ? તો રાહ શુ જુઓ છો..બનાવો હમણાંજ..😍😍
વરસાદ માં તો બહુજ મજા આવશે આ ભેળ ખાવાની.અગાઉથી ટોર્ટીલા ચિપ્સ બનાવી રાખશો તો ફટાફટ બની જશે અને તમે પણ બધાંસાથે ભેળ નો આનંદ લઈ શકશો.
કીટી પાર્ટી,બાળકોને પાર્ટી વગેરેમાં આ ભેળ આપી શકાય.
વિડિઓ રેસીપી જોવા hand to heart ની મુલાકાત લો અથવા ઉપર લિંક પર ક્લિક કરો...

Recipe in english
Ingredients :
4-5 Wheat flour roti(lightly roasted)
1/4 cup boil rajma beans
1/4 cup boil sweet corn
1/2 cup mix chopped vegetables (onion, tomatoes, capsicum)
1/4cup ketchup or as require
1/2 lemon's juice
Chili flakes (optional)
Make roti dough from wheat flour
Roll roti and roaste litely both side

Tortilla chips
cut and deep fry

        For Mexican bhel we need tortilla chips,junarly tortilla chips is made from maida or maiz flour but here i made from wheat flour.
Add salt ane oil in wheat flour and make roti dough,roll roti and roaste lightly both side.than cut and deep fry....Our tortilla chips are ready



Now In a bowl add all ingredients and mix properly
Garnish with cheese and coriander...Enjoy rainy day with this super tasty and easy recipe...
Like recipe? 
Don't forget to follow me
Comment me if any query.
Thanks...😍



Comments