રૂ જેવી પોચી અને ફુલેલી ઈડલી બનાવવાની રીત//અને નારિયેળ વગર ની ચટણી ની રીત




રૂ જેવી સરસ પોચી અને ફુલેલી ઈડલી પરફેક્ટ માપ સાથે


વિડિઓ જેવા અહીં ક્લિક કરો

            તમને પણ ઈડલી ભાવે છે? તમારી  ઈડલી સારી નથી બનતી તો આજે  હું અહી બતાવીશ કે કેવી રીતે અને કેટલા માપ થી ઈડલી બનાવવી.આમ તો ઈડલી એકદમ સરળ છે અને બાફી ને બનાવવાની એટલે બધા એનો ઉપયોગ વધુ કરતા હોય ખાસ જે ડાયેટ કરતા હોય! અને સાથે સાંભર અને ચટણી પછી પુછવું જ શુ! મસ્ત ગરમ ઈડલી અને સાથે સાંભર અને ચટણી તો આ રીતે ઈડલી બનાવશો 100% બહાર રેસ્ટોરન્ટ માં ખાતા હોવ એવી જ ઈડલી બનશે.


 સામગ્રી:
ઈડલી બનાવવા જોઈએ ચોખા અને દાળ, ઈડલી અને ઢોસા બનાવવા ખાસ માપ સાથે દાળ ચોખા લેવાના હોય તો જ પરફેક્ટ ઢોસા અને ઈડલી બને, 
.
.
ઈડલી માટે જોઈએ
2 વાટકી ચોખા
1વાટકી અડદ ની દાળ
મીઠું
ચપટી મેથી 
પલાળવા પાણી

    ઈડલી માટે ચોખા બને ત્યાં સુધી જાડા લેવા અથવા 
માર્કેટ માં તેલીયા ચોખા મળે છે જેને બોઇલ રાઈસ પણ કહેવામાં આવે છે એ પણ લઈ શકાય, બાકી તમારી પાસે જે હોય તે પણ વાપરી શકાય. અહીં બે વાટકી ચોખા અને એક વાટકી દાળ ને ધોઈ 3-4 કલાક પલાળી રાખો.બન્ને ને અલગ અલગ પલાળવા.હવે સરસ પલળી જાય એટલે મિક્સચર માં વાટી લો.ખાંસ બન્ને ને અલગ અલગ જ પીસવા ના છે અને ત્યાર બાદ એક વાસણ માં મિક્સ કરો.અલગ અલગ રાખવાનું કારણ એ કે દાળ સોફ્ટ હોય જલ્દી પલળી પણ જાય અને પોસાય પણ જાય,જ્યારે ચોખા થોડા કડક હોય એટલે તેને વાર લાગે, હવે પીસેલા ખીરું ને મોટા વાસણ માં રાખો કેમકે,ખીરું માં આથો આવશે તો એ હશે એના કરતા લગભગ 3થી4 ગણું થશે.

            પીસેલા બેટર માં ચપટી મેથી અને મીઠું નાખી મિક્સ કરી ઢાકી ને આથો લાવવા મુકો.ગરમી હશે તો આથો આવતા 3કલાક જેટલું થશે અને ઠંડી હોય તો સમય વધુ લાગે.
**મેથી અને મીઠું ઉમેરવાથી આથો જલ્દી આવશે.
આથો આવ્યા પછી ખીરું જાડું લાગે તો થોડુ પાણી ઉમેરી બરાબર કરો. ત્યાર બાદ ખીરું 5-10મિનિટ એકજ દિશા માં ફીણી ને ઈડલી બનાવો.જેમ જેમ ખીરું ફીણસો તેમ તેમ તેમ આથો આવતો જશે. 



હવે  સ્ટેન્ડ ને તેલ થી ગ્રીસ કરી ઈડલી બનાવો.આથો આવી જાય એટલે તમારે સોડા કે ઇનો કાએજ ઉમેરવું નહિ પડે.
પહેલી વાર ઈડલી મુકો એટલે 10 મિનિટ થશે પછી પાણી
ગરમ થઇ જાય એટલે ફટાફટ ઈડલી બનવા લાગે.
       તો આ રીતે ઈડલી બનાવી જુઓ....મસ્ત બનશે.
સાથે બે જાત ની ચટણી ની રીત પણ નોંધી લો.



❣️👉સફેદ ચટણી નારિયેળ વગર

1))સફેદ ચટણી આપણે નારિયેળ થી બનાવીએ પણ નારિયેળ વગર પણ સ્વાદિષ્ટ બને અને ખબર પણ ના પડે કે આમાં નારિયેળ નથી...
1 નરમ ઢોસો(મીડિયમ સાઈઝ નો,આ ઢોસો ક્રિસ્પી ન કરતા ઉત્તપમ જેવો રાખવો .)
1 કપ દહીં
2ચમચી દારીયા (જો દારીયા ન હોય તો ચણાની દાળ ને સેકી ને પાણી માં 1કલાક પલાળી રાખો)
લીલું મરચું સ્વાદ પ્રમાણે જરાક કોથમીર નાખવી હોય તો
મીઠું
વધુ મિક્સચર માં વાટી ને ચટણી બનાવો,જરૂર પ્રમાણે પાણી ઉમેરો.
વઘાર માટે તેલ ગરમ કરી રાઇ,અડદ ની દાળ અને લીંબળા ના પાન ઉમેરી તતળે એટલે ચટણી માં ઉમેરો .લો તૈયાર નારિયેળ વગરની ચટણી આ રીતે ઈડલી ની પણ બનાવી શકાય.
2) લાલ ચટણી
1ટામેટું
1ડુંગળી
4કળી લસણ
નાનો ટુકડો આદુ
લાલ મરચું પાવડર
મીઠું
બધું મિક્સ કરી ચટણી બનાવો અને ઉપર મુજબ જ વઘાર કરો..


.


..તો બનાવો આ રીતે ઢોસા અને ચટણી...
કેવી લાગી રેસીપી કોમેન્ટ કરશો અને ગમે તો બીજા સાથે share પણ કરજો...follow follow follow..
Like Facebook page👉 hand to heart
Follow me on instagram
                           Twitter
                            Helo
                           Share chat








    



Comments