Frooti recipe ||homemade frooti ||fruti recipe in gujarati


Homemade frooti|| homemade mazza||
ઘરે બનાવો ફક્ત એક કેરી માંથી એક લિટર તાજી ફ્રુટી
,💟💟💟💟
100%સરળ અને સાચી રેસીપી જ અહીં share કરું છું તો વિશ્વાસ રાખી જોતા રહો hand to heart ને...
.💟💟💟💟
.નમસ્કાર મિત્રો,
                    ગરમી ની શરૂઆત થઈ ગઈ છે એટલે શરબત ,કૉડ્રિન્ક,આઈસ્ક્રીમ એવું બધું ઘરમાં ચાલુ જ હશે અને એમાં પણ અત્યારે લોકડાઉન એટલે બધા ઘરમાં એટલે તો આ બધાની વધુ જરૂર પડે.બાળકો હોય કે મોટા  બધાને ખૂબ મન થાય ઠંડુ પીવાનું.પણ તમે અવારનવાર આવતા સમાચાર વાંચતા હશો, કે આ કૉડ્રિન્ક માં આવું નીકળ્યું,આ કોલડ્રિન્ક માં જીવાત નીકળી વગેરે,વગેરે.....તો હવે બહાર થી લાવવાનો જીવ જ ન ચાલે,એવું તે કઈ આપતું હોય ઘરના ને એમાંય ખાસ બાળકો ને.તો હવે સવાલ એ આવે કે તો પછી બાળકો ને રોકવા કેમ?
     



   
ના ના બાળકો ને રોકવા નથી પણ એમને એનું મનપસંદ પીણું ઘરેજ બનાવી આપવાનું...બાળકો ને સૌ થી વધુ ભાવે છે frooti//mazza ખરું ને?તો હું તમને એમ કહું કે આ ફ્રૂટી ને માઝા ઘરેજ બનાવીએ તો!! આપણને પણ સંતોસ કે ઘરનું ચોખ્ખું આપ્યું અને બાળકો ને પણ મનપસંદ વસ્તુ મળે એટલે ખુશ..તો ચાલો નોંધી લો રીત.
👉💟સામગ્રી:
એક પાકી કેરી ના ટુકડા 1 વાટકો
કાચી કેરી ના ટુકડા 1/4 વાટકી
ખાંડ 1/2વાટકી
પાણી એક લીટર
લાંબો સમય રાખવી હોય તો લીંબુ ના ફૂલ 1/2ચમચી
બસ એટલીજ સામગ્રી અને એક લીટર frooti બની જાય.
.
.👉💟રીત:
 1) સૌ પ્રથમ કેરી ની છાલ ઉતારી પીસ કરી લો.કાચી કેરી ના ટુકડા પણ છાલ વગર લેવા ના છે .
2) એક તપેલી માં અડધું પાણી ગરમ મુકો અને તેમાં કેરી ઉમેરી બાફવા દો.તેમાં ખાંડ પણ ઉમેરી દો.
3) બીજી તપેલી માં બાકીનું પાણી ગરમ કરી લો.
4)હવે બાફેલી કેરી ચારણી માં કાઢી થોડી ઠંડી થાય એટલે મિક્સચર માં પેસ્ટ બનાવો અને ચારણી માં તેને પણ ગાળી લો જેથી રેસા નીકળી જાય.
5)બાકીનું ગરમ કરેલું પાણી પણ ઉમેરી દો અને જરૂર પડે તો એકવાર બ્લેન્ડર ફેરવી દો જેથી એકરસ થઈ જશે.
.6)ઠંડુ થાય એટલે ફ્રીઝ માં મૂકી 2 કલાક ઠંડુ થવા દો.ઠંડુ થાય પછી જાડુ થઈ જશે એટલે જરૂર લાગે તો વધુ પાણી ઉમેરી શકાય. હવે તૈયાર છે પીવા માટે મસ્ત ઠંડી ફ્રુટી..... તો રાહ શુ જુઓ છો આજેજ બનાવી જુઓ.
.
💟👉જો તમારે ફ્રૂટી લાંબો સમય રાખવી હોય તો 1/2ચમચી લીંબુના ફૂલ ઉમેરવાના રહેશે,જે પ્રિઝર્વેટિવ નું કામ કરે છે.
💟👉જો કેરી કાચી પાકી હોય તો કાચી કેરીની પણ જરૂર નહીં પડે,ફક્ત પાકી કેરી થી બનાવી શકાય.
💟👉કાચી કેરી ન હોય તો થોડા લીંબુના ફૂલ ઉમેરી ખટાશ આપી શકાય.
💟👉રેસીપી ને લગતા કોઈ પણ સવાલ હોય તો કોમેન્ટ માં જણાવો.
💟👉વિડિઓ રેસિપિ જોવા નીચે લિંક પર ક્લિક કરો અથવા youtube પર hand to heart ની મુલાકાત અવશ્ય લો.https://youtu.be/FVC_EQkcXZY






https://youtu.be/FVC_EQkcXZY

Comments