Dhokla ||gujarati dhokla recipe ||ગુજરાતી ઢોકળા

Dhokla //gujarati dhokla |ગુજરાતી ઢોકળા
Perfect soft and sponji |એકદમ પોચા રૂ જેવા


ઢોકળા એટલે ગુજરાતી ની ઓળખાણ...એકદમ રૂ જેવા પોચા અને સ્વાદિષ્ટ ઢોકળા બનાવવા એ પણ એક ટ્રીક છે. તો જાણો અહીં એકદમ પરફેક્ટ ઢોકળા બનાવવા ની રીત સાથે લસણ ની ચટણી હોય તો ટેસળો પડી જાય હો....લો તો આ રહી રીત સામગ્રી સાથે.
.
.
.❣️👉સામગ્રી:
ત્રણ ભાગ ચોખા અને એક ભાગ ચણાની દાળ
એટલે કે
3 વાટકી ચોખા
1 વાટકી ચણાની દાળ
આદુ મરચાની પેસ્ટ
મીઠું
1/2 કપ દહીં
ચપટી સાજી ના ફૂલ//ઇનો
❣️👉વઘાર માટે:
૩ચમચી તેલ
1ચમચી રાઈ
ચપટી હિંગ
લીમડા ના પાન
લીલા મરચાં સમારેલા
1ચમચી પાણી
.
.
.દાળ,ચોખા ધોઈ ને 4-5કલાક પલાળી રાખો.પલાળેલા ચોખા દાળ માંથી વધારાનું પાણી નિતારી દહીં ઉમેરી મિક્સચર માં પીસી લો.થોડું દરદરૂ રાખવું. મીઠું ઉમેરી ફરી આથો લાવવા માટે ઢાકી ને 3-4 કલાક રાખો ગરમી મા 3-4કલાક માં આથો આવી જાય પણ ઠંડી માં વધુ વાર લાગે.એટકે જો ઠંડી માં ઢોકળા બનાવવા હોય તો ઓછા માં ઓછું 10 થી બાર કલાક પહેલાં તૈયારી કરવી પડે.
         આથો આવેલા ખીરા ના આદુ મરચાં ની પેસ્ટ ઉમેરો,ચપટી સજીના ફૂલ કે ઇનો ઉમેરી સરસ ફીણી લો.ઢોકળા ઉતારવાની થાળી ને તેલ થી ગ્રીસ કરી ખીરું ઉમેરો.8-10 મિનિટ માટે વરાળે બાફી લો.લો સરસ ઢોકળા તૈયાર પણ ઉભા રો...હજુ વઘાર કરવાનો છે.
વઘાર માટે એક વાસણ માં તેલ મુકો ગરમ થાય એટલે રાઈ, સમારેલા મરચા, લીમડાના પાન, હિંગ બધું ઉમેરી બેચમચી જેટલું પાણી ઉમેરી ઢોકળા ઉમેરો સરસ મિક્સ કરી ચટણી સાથે પીરસો.
હવે તૈયાર છે ઢોકળા.....
👉અહીં મેં ઈડલી સ્ટેન્ડ માં બનાવ્યા છે.તમે નાની વાટકી માં પણ બનાવી શકો.
.
.ટિપ્સ....
1) દાળ ચોખા પિસો ત્યારેજ મીઠું ઉમેરસો તો આથો જલ્દી આવશે.
2) જો ઢોકળા આથો લાવ્યા વગર બનાવવા હોય તો દહીં થોડું ખાટુ લેવું અને ઇનો કે સાજી ના ફૂલ વધુ ઉમેરી ઢોકળા બનાવી શકાય
3)દાળ ચોખાને કરકરા દળાવી ને પણ ઢોકળા બનાવી શકાય.લોટ દળાવી ને રાખી શકાય જ્યારે બનાવવા હોય ત્યારે દહીં નાખી ખીરું બનાવવું અને ઢોકળા બનાવી શકાય.
4)ખાસ વઘાર માં બે ચમચી પાણી ઉમેરવાથી ઢોકળા સોફ્ટ રહેશે.
.
.
.❣️👉રેસિપિ ને લગતા કોઈ સવાલ હોય તો કોમેન્ટ માં જણાવી શકો છો અથવા અન્ય કોઈ રેસીપી જોઈતી હોય તો કોમેન્ટ માં જણાવી શકો છો.
.
.

.
❣️👉❣️👉અવનવી રેસીપી વિડિઓ જોવા youtube પર hand to heart ની મુલાકાત અવશ્ય લેવી.


Comments