ચોકલેટ ગુલ્ફી ફક્ત પાંચ મિનિટ માં બનાવો અને એ પણ ફક્ત 2 વસ્તુ થી.
Chocolate kulfi
Tasty and easy
Click here for video recipe
નમસ્કાર મિત્રો,
અત્યારે ગરમી ખૂબ પડી રહી છે એના પાછું આ લોકડાઉન એટલે બધા ઘરમાં ખરું ને! એટલે બધાને કૈંક અવનવું ખાવા જોતું હોંય ખાસ તો બાળકો,અને ગરમી માં તો ખાસ આઈસક્રીમ ,બરફગોળા ,ઠંડા પીણાં અને ગુલ્ફી યાદ આવે.
આ અગાઉ મેંગો ફ્રૂટી બનાવવા નિ રીત આપી છે ન જોઈ હોંય તો જોશો અને બનાવશો,ખુબજ સરસ બને છે, મેં પણ બનાવી👌👌.ઘરની હોય એટલે ચોખ્ખી અને પાછી સસ્તી પણ પડે.બાળકો પણ ખુશ અને આપણે પણ ખુશ.
હવે આજે ગુલ્ફી બનાવશું.એ પણ માત્ર બે વસ્તુ થી અને માત્ર પાંચ મિનિટ માં!હા માત્ર પાંચ જ મિનિટ માં.તો ચાલો જોઈએ સામગ્રી અને રીત
સામગ્રી માં જોઈશે માત્ર
1 પેકેટ બોર્નબોન બિસ્કિટ (10રૂપિયા વાળું 80 ગ્રામ)
300ml દૂધ
1ચમચી ખાંડ (ગમે તો જ ઉમેરવી)
હવે મિક્સચર જાર માં બિસ્કિટ અને દૂધ ઉમેરો.મેં અહીં ખાંડ ઉમેરી છે પણ તમને વધુ ગળ્યું ન જોઈતું હોય તો તમારે ન ઉમેરવી,ક્રીમ વાળા બિસ્કિટ હોય એટલે ગળ્યા તો હોય જ અથવા મધ પણ ઉમેરી શકાય. હવે મિક્સચર ના ક્રશ કરીને બધું મિક્સ કરો અને કુલ્ફી મોલ્ડ માં ભરી ફ્રીઝર માં 6 થી 8 કલાક જમાવવા મુકો.કોઈ એક ગ્લાસ કે ડબ્બામાં પણ મૂકી શકાય. લગભગ 6 થી 8 કલાક પછી સરસ મજાની ગુલ્ફી ખાવા મટે રેડી.આ રીતે તમે બીજી ફ્લેવર પણ બનાવી શકો. તો છે ને સરળ?મેં આ ગુલ્ફી ને વધુ સ્વાદિષ્ટ બનાવવા થોડું બોર્નવિટા માં રગદોળી છે જે તમે વિડિઓ માં જોઈ શકશો. વિડિઓ ફક્ત 1.40 મિનીટ નો છે જોશો તો વધુ ખ્યાલ આવશે.તો આજેજ બનાવો આ ગુલ્ફી અને ઘરના દરેક સભ્યો ને ખુશ કરીધ્યો.


Comments
Post a Comment