બ્રેડ ના ગુલાબજાંબુ બે સ્વાદ માં
ચોકલેટ ગુલાબ જાંબુ
ગુલાબ જાંબુ બધાને ભાવે પણ ઘરે આપણે તૈયાર લાવતા હોય અથવા જે માર્કેટ માં પેકેટ મળે એમાંથી બનાવતા હોઇએ, પણ આજે હું એકદમ સરળ રીત બતાવી રહી છું જે તમે ઘરે બનાવી શકશો.એ પણ 2 ફ્લેવર માં...
આમતો ગુલાબ જાંબુ બનાવવા માવા ની જરૂર પડે પણ આપણે આજે માવા વગર જ ગુલાબજાંબુ બનાવીશું.અચાનક મહેમાન આવી જાય ત્યારે માવો શોધવા ક્યાં જશો તો આ રીતે ગુલાબજાંબુ બનાવશો તો એકદમ સ્વાદિષ્ટ બનશે અને બધા ખુશ થઈ જશે.અને એ પણ બે ફ્લેવર માં.
1)એલાઈચી વાળા
2)ચોકલેટ ફ્લેવર વાળા
તો ચાલો શરૂ કરીએ....
👉સામગ્રી,-
5 સ્લાઇઝ બ્રેડ
4 ચમચી દૂધ નો પાવડર
ચપટી બેકિંગ સોડા(સાજી ના ફૂલ)
પાણી લોટ બાંધવા
2ચમચી ચોકલેટ ફ્લેવર માટે ચોકલેટ પાવડર
4 ટીપાં ચોકલેટ એસેન્સ
4 ઈલાયચી (ઈલાયચી ફ્લેવર માટે )
તળવા માટે તેલ અથવા ઘી
ચાસણી માટે 1કપ ખાંડ અને પાણી
.
.
.👉રીત:
સૌ પ્રથમ બ્રેડ ને મિક્સચર માં પીસીને ભૂકો કરીલો,હવે તેમાં મિલ્ક પાવડર ઉમેરો,ચપટી બેકિંગ સોડા ઉમેરો.ચોકલેટ ફ્લેવર માટે ચોકલેટ પાવડર ઉમેરો,પાણી થી રોટલી જેવો લોટ બાંધો.
અને નાના બોલ બનાવી લો.ઘી કે તેલ ગરમ મૂકી તળી લો.
ચાસણી માટે ખાંડ અને ખાંડ ડૂબે તેટલું પાણી ઉમેરી બે તારી ચાસણી બનાવો અને ગુલાબ જાંબુ ઉમેરો.
ઈલાયચી ફ્લેવર માટે ચાસણી માં ઈલાયચી ઉમેરો.
ચોકલેટ ફ્લેવર માટે ચાસણી માં ચોકલેટ એસેન્સ ઉમેરો.
લો તૈયાર ગુલાબજાંબુ.. એકદમ સ્વાદિષ્ટ અને સરળ.
કોમેન્ટ કરી બતાવશો કે કેવી લાગી રેસિપી.
વિડિઓ જોવા લિંક પર ક્લિક કરો અતજવા youtube પર hand to heart ની મુલાકાત અવશ્ય લો.
For video recipe click on the link


Comments
Post a Comment