લાઈવ ઢોકળા//લગ્ન પ્રસંગે ખાવ એવાજ સાથે સ્પેશિયલ બે ચટણી





વિડિઓ લિંક 👆👆👆

જોઈ ને જ મોઢા માં પાણી આવી ગયું ને? તો ચાલો આજે પરફેક્ટ માપ સાથે બનાવીએ આ લાઈવ ઢોકળા.

આને લાઈવ ઢોકળા શા માટે કહેવાય ખબર છે? લાઈવ એટલે તમારી સામે એજ સમયે બનતું, ટીવી માં જુઓ છો ને લાઈવ ક્રિકેટ મેચ,લાઈવ મ્યુઝીક પ્રોગ્રામ અને ઘણું બધું બસ એમ આ લાઈવ ઢોકળા. સમજાયું ને?

લાઈવ ઢોકળા માં દાળનું પ્રમાણ વધુ હોય એટલે એકડમ પોચા રૂ જેવા બને અને ગરમ ગરમ હોય એટલે ખાવાની તો મજાજ પડે!
ચાલો સામગ્રી જોઈ લઈએ.
સામગ્રી:
1કપ ચોખા
1કપ અડદ ની દાળ
1કપ ચણાની દાળ
1કપ મગની દાળ
આ પ્રમાણ હોય છે
પણ અત્યારે લોકડાઉન ચાલે છે અથવા જ્યારે પણ બનવો જો દાળ ઓછી હોય તો પણ સરસ બને છે.પણ સાવ ઓછી નહિ લેવાની બધી દાળ મિક્સ કરીને 1કપ લો તો સામે 1કપ ચોખા લેવાના..
હવે બધી દાળ અને ચોખાને ધોઈ ને  લગભગ અઢી થી ત્રણ કલાક પલાળી લો ત્યાર બાદ મિક્સચર માં પિસો એકદમ લીસુ બેટર નથી કરવાનું થોડું દરદરૂ રાખવું.તેમાં 1/2 વાટકી દહીં અને ચમચી મીઠું ઉમેરી મિક્સ કરી લો. ઢાકી ને આથો લાવવા મુકો.જો ગરમી હોય તો બે કલાક માં આથો આવી જશે અને ઠંડી હોય તો વધુ વાર લાગશે.
**ખાસ : ઠંડી માં ખીરુંના વાસણ ને કંતાન કે કાપડ માં વીટી ને ગરમ જગ્યા પર મુકશો તો આથો જલ્દી આવી જશે. 
હવે આથો આવ્યા પછી તેમાં આદુ,મરચાની પેસ્ટ,અને જરૂરી મીઠું ઉમેરી 5મિનિટ હલવો પીળા ઢોકળા બનાવવા થોડી હળદર ઉમેરો.
તેલ વાળી થાળી માં ખીરું ઉમેરી ઉપર થોડું લાલા મરચું પાવડર ભભરાવી  ઢોકળા વરાળે બાફી લો.ખીરું થોડુજ ઉમેરવું આ ઢોકળા થોડા પાતળા જ હોય છે અને દાળ ને લીધે ફુલશે પણ ખરી.
**ઓછા સમયમાં ઢોકળા બનાવવા હોય તો?

જો ઓછા સમય માં ઢોકળા બનાવવા હોય તો દાલચોખા પાલળો ત્યારે જ દહીં અને મીઠું નાખી દો હવે અઢી કલાક પલડ્યા પછી તેમાં આદું મરચાં નાખી પીસી લો. ખીરું બે વાટકી જેટલું હોય તો 1/2 ચમચી eno ઉમેરી ઢોકળા ઉતારો.
ઢોકળા સાથે મળતી સ્પેશિયલ લીલી ચટણી માટે...
બનાવેલા ઢોકળા 4 નંગ
2 લીલા મરચા
થોડી કોથમીર
મીઠું
લીંબુ અથવા દહીં
1/2કપ પાણી
બધું મિક્સ કરી મિક્સચર માં પીસી ચટણી બનાવો.
ઢોકળા સાથે મળતી સ્પેશ્યલ લાલ લસણ ની ચટણી
લસણ ની કળી 10
લાલ મરચું પાવડર 2 ચમચી
ધાણાજીરું પાવડર 2 ચમચી
મીઠું 1 ચમચી
બધું મિક્સ કરી પીસીલો  તેમાં થોડું પાણી નાખી જાડી ચટણી બનાવો એક બાટકી માં 3ચમચી તેલ ગરમ કરી તેમાં ચપટી હિંગ ઉમેરી ગરમ તેલ ચટણી માં રેડો અને ડીશ ઢાકી દો આમ કરવા થી ચટણી ની સુગંધ પણ સરસ આવશે. તો તૈયાર છે લાલ ચટણી
તો બન્ને ચટણી અને ઢોકળા તૈયાર સાથે તેલ પણ પીરસો.
કેવી લાગી રેસીપી કૉમેન્ટ માં બતાવશો
વિડિઓ રેસીપી જોવા ઉપર લિંક પર ક્લિક કરો અને આવીજ રેસીપી જોવા hand to heart ને follow કરો youtube પર subscribe કરો.


આભાર🙏🙏🙏https://youtu.be/VSv_ApQ2BGw






Comments