Vati daal khaman //વાટીદાળ ના ખમણ ફક્ત બે કલાકમાં



.
.
                     ❣️વાટી દાળ ના ખમણ❣️

ગુજરાતીઓ ના પ્રિય ખમણ અને એય વાટીદાળ ના હોય પછી તો કહેવું જ શું.. આજે બનાવીજ નાખ્યા મેં પણ
માત્ર અઢી કલાક માં🤗 આથો લાવ્યા વગર..કેવા બન્યા છે?
200 ગ્રામ દાળ માંથી આશરે 500 ગ્રામ ખમણ બને છે.
સામગ્રી👇
૨૦૦ગ્રામ ચણા ની દાળ
આદુ મરચા ની પેસ્ટ
અધ્ધકચરા વાટેલા મરી
મીઠું સ્વાદ પ્રમાણે,ચપટી હળદર
ચપટી લીંબુ ના ફૂલ(optional)
3ચમચી દહીં
1/2ચમચી ઇનો
પાણી દાળ પલાળવા
વઘાર માટે👇
તેલ,રાઈ, લીલા મરચા ચપટી હિંગ

.....ચણા ની દાળ ને હુંફાળા પાણી માં 2 કલાક પલાળી દેવાની, પાણી દાળ જરૂર પ્રમાણે જ ઉમેરવું
હવે દાળ ને પાણી નિતારી મિક્સચસર જાર માં લઇ,તેમાં મીઠું,હળદર,આદુ મરચા ની પેસ્ટ, લીંબુ ના ફૂલ,દહીં ઉમેરી વાટી લો.ખીરું જાડુ જ રાખવાનું છે એટલે જરૂર હોય તોજ પાણી ઉમેરવું અને એ પણ દાળ પલાળેલું વાપરી લેવું.હવે આ ખીરું ને થોડી વાર ફીણવું ત્યાર બાદ
ઈનો ઉમેરી એકજ દિશા માં ફીણી ને ઢોકળા ની થાળી માં 10 મિનિટ બાફવું.
વઘાર માટે તેલ,રાઈ, હિંગ અને મરચા ઉમેરી ઢોકળા વધારવા...લો તૈયાર ....

રેસીપી ગમે તો like આપી ને જજો
વિડિઓ જોવા લિંક પર click કરો
https://youtu.be/3LJ6VYjzPnc
Do like,share,subscribe for more recipes

https://youtu.be/3LJ6VYjzPnc
.
.🙏🙏🙏❣️❣️❣️❣️🙏🙏🙏🙏

Comments