Dhokli nu shak
ઢોકળી નું શાક https://youtu.be/46CZSGuLKeg
કેમ છો મિત્રો?
અત્યારે લોકડાઉન માં આશા છે બધા સપરિવાર ઘરમાંજ હશો કુશળ હશો. આ સમય એવો છે જે ક્યારે પહેલા નહતો આવ્યો અને આગળ પણ ન આવે એવી પ્રાર્થના! અત્યારે ઘરે રહી એ ઉત્સવ ન મનાવીએ પણ સમય સામે હાર પણ નહીં માનીએ એમાંય આપણે ગૃહિણીઓ કઈ હાર થોડી માને! ખરું ને? આપનો સૌ થી વિકટ સવાલ એટલે જમવામાં શુ બનાવવું! સવાર નું બનતા બનતા તો રાતની ચિંતા અને રાતનું પતે નહી ત્યાં સવારનું પ્રયોજન...અને એમાં પણ અત્યારે જોઈતી ચીજ વસ્તુઓ ન મળતી હોય થોડું વધુ અઘરું બની જાય તો આજે એક શાક ની રેસિપિ અહીં આપી રહી છું જે માં લીલા શાક ની જરૂર નહીં પડે અને થોડિજ વસ્તુ થી શાક બની જશે.આ છે .
****ઢોકળી નું શાક****
સામગ્રી:
- 1વાટકી ચણાનો લોટ
- 1વાટકી છાસ
- 1વાટકી પાણી
- મીઠું, હળદર, લાલમારચુ પાવડર, ગરમ મસાલો
- આદુ, મરચાં, લસણ નાખવા હોય તો
- 1 ટામેટું, 1ડુંગળી(છીણી લેવા અથવા ગ્રેવી કરી લેવી)
- કોથમીર હોય તો
- 2ચમચી તેલ , રાઈ, તલ વઘાર માટે
1)ચણા ના લોટ માં જરૂર મુજબ છાસ અને પાણી સાથે મીઠું, મરચું, હળદર, ગરમમસલો, કોથમીર નાખી ઢોકળા જેવું ખીરૂ તૈયાર કરો. એક થાળી ને તેલથી ગ્રીસ કરી રાખી આ ખીરું ઉમેરો અને 8-10 મિનિટ બાફી લો, ઠંડુ થાય એટલે નાના પીસ કરી લો.
૨) એક કઢાઈ માં તેલ લો ગરમ થાય એટલે રાઈ અને તલ ઉમેરો, તતળે એટલે તેમાં છીણેલા ડુંગળી ,ટામેટા ,આદુ, મરચાં લસણ ની પેસ્ટ ઉમેરી સાંતળો 1કપ પાણી ઉમેરો ઉકળે એટલે ઢોકળી અને મસાલા ઉમેરો. 1/2વાટકી છાસ માં 1/2ચમચી ચણાનો લોટ મિક્સ કરી શાક માં ઉમેરો તેના થી રસો જાડો થશે. થોડી વાર ઉકળે અને રસો જાડો થઈ જાય એટલે શાક તૈયાર. રોટલા રોટલી પરોઠા, નાન સાથે પીરસો.
બનવી જુઓ આ શાક અને કેવું લાગ્યું એ જરૂર બતાવશો.
વિડિઓ જોવા લિંક પર ક્લિક કરો.આવી અવનવી રેસિપિ માટે hand to heart ની મુલાકાત લેતા રહેશો.

Comments
Post a Comment