વાઈરસ સામે રક્ષણ અને હકારાત્મક અભિગમ

નમસ્તે મિત્રો,
            વાતાવરણ માં ખુબજ પોલ્યુશન વધી રહ્યું છે અને વિવિઘ બીમારી અને વાઈરસ ફેલાઈ રહયા છે ત્યારે ખૂબ જરૂરી છે તેનાથી બચી ને કેવી રીતે રહેવું !અને અત્યારે ખાસ  કરોના વાઈરસ થી!કોઈ પણ રોગ કે વાઈરસ તમને ત્યારેજ લાગે જ્યારે તમારી ઇમ્યુનિટી સિસ્ટમ એટલે કે રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય!જો તમારી આ રોગપ્રતિકારક શક્તિ સારી હશે તો કોઈ પણ રોગ થવાની સંભાવના ૯૫% ઘટી જાય અને રોગપ્રતિકારક શક્તિ અચાનક વધારી ન શકાય તેના માટે રોજબરોજ ના જીવનમાં, ખાવા પીવામાં સુધારા વધારા કરવા પડે.તોજ એ શક્ય બને.
૧)તુલસી:  આપણે પૂજીએ છીએ એ તુલસી તો ગુણો નો ભંડાર છે, રોજ ફક્ત ૫ પાન તુલસીના ધોઈ ને ખાસો તો કોઈ રોગ થવાની સંભાવના સાવ નહીવત છે. યાદ શક્તિ વધે છે અને રોગપ્રતિકારક શક્તિ પણ.તેનો રસ તો નાના બાળકો ને પણ અપાય છે. કોઈ પણ ખર્ચ વગર આ ઉપાય તો કરી જ શકાય.
2) હળદર નો ઉપયોગ: હળદર એન્ટિસેપ્ટિક છે એ આપણે જાણીએ છીએ કોઈ ઘા વાગ્યો હોય તેના પર લગાવવાથી એ પકતો નથી તો પછી શરીર ની અંદર તો કેટલું સ્વાસ્થ્યવર્ધક હશે!દૈનિક વપરાશ માં તેનો ઉપયોગ વધુ કરો,જેમકે હળદર વાળું દૂધ,ગરમ પાણીમાં હળદર,આમળા અને હળદર ની ફકી પણ રોજ લઈ શકાય તેમજ થોડી શરદી-કફ હોય તો રોજ હળદર અને મધ આપી શકાય.બાળકો કે મોટા દરેક માટે અસરકારકછે અને તેનાથી કોઈ નુકશાન તો નથીજ.
3)આદુ-સૂંઠ:  આ બન્ને શરદી-કફ નો નાશ કરે છે રોજ પ્રમાણ સર ઉપયોગ બીમારી દૂર રાખે છે, સૂંઠ તો શક્તિ વર્ધક અને વાયુ શામક પણ છે. હળદર અને મધ સાથે થોડી સૂંઠ પણ લઈ શકાય જે કફ નો નાશ કરે છે.
4)મરી,તજ,લવિંગ,અજમો: આ બધી મસાલા ઘર માં જ હોય છે તેનો ઉપયોગ ખાસ શિયાળા માં કરવા થી આખા વર્ષ ની તાકાત મેળવી શકાય. ઉપરાંત રોજિંદી રસોઈ માં પણ ઉપયોગ કરવો જોઈએ.
૫)ખજૂર :ખજૂર ની માત્ર બે પેસી રાત્રે દૂધ માં પલાળી સવારે ખાવા પીવાથી હિમોગ્લોબીન વધે છે અને રોગપ્રતિકારક શક્તિ પણ.
૬)ચણા: દેશી ચણા માત્ર 7-8 લઈ પાણી માં પલાળી સવારે કાચાં જ ખાવ થોડા જ દિવસ માં તમને ખબર પડી જશે.એકદમ સરળ આ ઉપાય હિમોગ્લોબીન અને શક્તિ વધારે છે.
૭)સીઝન પ્રમાણે આવતા શાકભાજી અને ફળ નો ઉપયોગ કરવો જોઈએ.
૮)ઘર સ્વચ્છ રાખવું અને કપડાં ધોઈ ને તડકે જ સૂકવવા.ખાસ ડેટોલ કે અન્ય એન્ટિસેપ્ટિક લિકવિડ નો ઉપયોગ કરી શકાય.
૯)સેનેટાઈઝર : સેનેટાઈઝર નો ઉપયોગ જરૂરી બની ગયો છે. માર્કેટ થઈ લાવી ને ઉપયોગ કરી શકાય અથવા ઘરેજ લીમડાના પાન, એલોવેરાના રસ માંથી બનાવી ને વાપરી શકાય.
    આ ઉપરાંત યોગ,કસરત કરતા રહો.બહારનું ખાવાનું નહીવત જ રાખો. ન ચાલે એવું હોય તોજ ખાવું.
👉અને ખાસ....
૧૦).બી પોઝિટિવ
આ બ્રહ્માંડનો નિયમ છે કે તમે જે વિચારો એ તમારા તરફ ખેંચાય. તમે જે વિશે કહ્યા કરો, વૈશ્વિક શક્તિઓ એને તમારી પાસે પહોંચાડવા કામે લાગી જાય. આપણા વડવાઓ એટલે જ કહેતા કે શુભ શુભ બોલો ! આજે એવું વાતાવરણ રચાયું છે કે બધા રાત દિવસ કોરોનાની ચિંતા કરે છે, એની વાતો કરે છે ને એનો ભય સેવે છે. સ્વાભાવિક છે કે વૈશ્વિક શક્તિઓ એને તમારી પાસે મોકલવા પૂરી તાકાતથી લાગી પડે. આપણા વાઈબ્રેશન્સ એને આપણી પાસે આવવા મજબુર કરે. 
        ટૂંકમાં જે બોલો એવું થાય. એ કુદરતનો કાયદો છે.એટલે કોઈ રોગનો ચેપ લાગશે તો શું થશે કે એનાથી ભયભીત રહેવાને બદલે આપણે એમ કહીએ કે અમે તમામ પ્રકારના વાયરસથી મુક્ત છીએ. કોઈ વાયરસ અમારું કશું બગાડી શકે એમ નથી. અમે સુખી, આનંદી, સ્વસ્થ અને શક્તિશાળી આત્મા છીએ.
           તો આ શબ્દો, આ વિચાર વાતાવરણમાં અને આપણી અંદર એક ઉર્જા ઉત્પન્ન કરશે અને આ મનની શક્તિ આપણને કોઈપણ મુસીબતથી બચાવશે.વિશ્વાસ કરો કે જો 1 % લોકો પણ આમ કહેવાનું અને વિચારવાનું શરૂ કરે તો અનંત પોઝીટીવ શક્તિઓ ખેંચાઈને આવશે.
          સેનિટાઈઝરનો ભલે ઉપયોગ કરો પણ દર કલાકે એક સેકન્ડ ઉપરના શક્તિશાળી વિચારની ઉર્જા પોતાની અંદર અને બહાર ફેલાવો અને કહો કે જે કાંઈ પણ હોય, હું માત્ર પોઝીટીવ જ વિચારીશ.
ચાલો આ જ ઘડીથી એની અમલ શરૂ કરીએ.
-hand to heart

Comments